વડોદરા: વડોદરા-આણંદને જોડતો મુજપુર-ગંભીરા પુલ તૂટવાના બનાવમાં 21 મોત બાદ તપાસ તેજ બની છે.

'ગંભીરા બ્રિજ દુર્ઘટના' પગલે સસ્પેન્ડેડ ત્રણ અધિકારીઓ એક મદદનીશ ઇજનેર અને બે નાયબ કાર્યપાલક ઇજનેરને આજે ACBએ પુછપરછ માટે તેડવ્યા હતા. ACB મિલકતોની વિગતો સાથે તેમના નિવેદન લીધા હતા. બીજીતરફ મુખ્ય કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ કાર્યવાહી માટે સરકારની મંજૂરી માંગવામાં આવી છે.

મુખ્યમંત્રીના નિર્દેશ બાદ નિષ્ણાંતોની ટીમે મરામત, ઇન્સ્પેક્શન અને ગુણવત્તા અંગે આખો રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સંભાળી છે.
Reporter: admin







