વડોદરા: શહેરના રાવપુરા વિસ્તારમાં આજે એક દુર્ઘટનાજનક ઘટના બની છે. અચાનક એક દુકાનમાં લાગેલું એસી ફાટી પડ્યું, જેને લીધે વિસ્તાર ભયનો માહોલ છવાઈ ગયો હતો.

બ્લાસ્ટના ધડાકા સાથે લોકો દુકાન તરફ દોડી આવ્યા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.પ્રાથમિક માહિતી મુજબ, એસીમાં ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે.ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાના ચોક્કસ કારણ માટે તપાસ ચાલુ છે.



Reporter: admin







