News Portal...

Breaking News :

વડતાલધામમાં ભગવાન સ્વામિનારાયણના ૨૪૪ માં પ્રાગ પ્રાગટ્યોત્સવ નિમિતે અભિષેક અને અન્નકૂટ યોજાયો

2025-04-07 16:33:44
વડતાલધામમાં ભગવાન સ્વામિનારાયણના ૨૪૪ માં પ્રાગ પ્રાગટ્યોત્સવ નિમિતે અભિષેક અને અન્નકૂટ યોજાયો


વડતાલધામ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.6 એપ્રિલને રવિવારના રોજ ભગવાન સ્વામિનારાયણ નાં ૨૪૪માં પ્રાગટ્યોત્સવ નિમિતે અ.નિ. મનહરલાલ બાપુલાલ પટેલની સ્મૃતિમાં હસ્તે હરિકૃષ્ણભાઈ મનહરલાલ પટેલ તથા સ્નેહ હરિકૃષ્ણભાઈ પટેલ તથા સહ પરિવાર (રહે.મેતપુર) (હાલ જયપુર)ના યજમાન પદે સવારે ૫.૩૦ થી ૭.૩૦ કલાક દરમ્યાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે મંદિરમાં બિરાજતા દેવોને દિવ્ય અભિષેક યોજવામાં આવ્યો હતો. 


અભિષેક વિધિમાં મોટા લાલજી સૌરભપ્રસાદદાસજી તથા મંદિરના બ્રહ્મચારીઓ પણ જોડાયા હતા. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના ૨૪૪ માં પ્રાગટ્યોત્સવ નિમિતે સવારે દેવોને દિવ્ય અભિષેક આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદહસ્તે સંપન્ન થયો હતો. અભિષેક આરતી બાદ આચાર્ય મહારાજે યજમાન પરિવારના સભ્યોને ફૂલહાર પહેરાવી રૂડાં આશીર્વાદ પાઠવ્યા હતા. દરમ્યાન સવારે ૧૧ વાગે દેવોને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.જેનો હજારો હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અભુભાવી હતી.દરમ્યાન વડતાલ મંદિરના સભામંડપમાં ચૈત્રી સામૈયા અંતર્ગત રાખવામાં આવેલ હરિસ્મૃતિ કથાનો દિવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો જેના વક્તાપદે શા.પ્રિયદર્શનદાસજી સ્વામી કથામૃતનું રસપાન કરાવશે.પ્રારંભમાં આચાર્ય મહારાજ વડતાલ મંદિરના ચેરમેન,દેવપ્રકાશ સ્વામી, કોઠારી સંતવલ્લભસ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી સહીત સંપ્રદાયના વડીલ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સામૈયાનો શુભારંભ કરાવ્યો હતો.


 મંગલ ઉદ્બોધન કરતા શા.નૌતમપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પર જન્મ ધારણ કરીને વૈદિક ધર્મનું સ્થાપન કરેલ છે. તેઓ વ્યાસમુનીના સિદ્ધાતોને યાદ કરી શાસ્ત્રાર્થ કરતા તેઓનો મૂળ હેતુ જીવનું કલ્યાણ કરી પોતાના ધામમાં લઇ જવા હરિએ વડતાલમાં પોતે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવ્યું છે.હરિએ સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રિમાં પોતાના આશ્રિતોએ દારૂ ન પીવો, ચોરી ન કરવી, જુગારનરમવો તથા અનીતિ ન કરવી. જે જીવ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલ સંપ્રદાયની રીત પ્રમાણે વર્તે છે તે જીવ કલ્યાણને માર્ગે જાય છે. આચાર્ય મહારાજ સંપ્રદાય વિકાસ માટે સતત વિચરણ કરી રહ્યા છે. અને હરિની આજ્ઞા મુજબ કાર્ય કરી રહ્યા છે. રામનવમીના શુભદિને બપોરે ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની આરતી કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post