મધ્યપ્રદેશથી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરાયું હોવાનો ચોંકાવનારો બનાવ દાહોદ જિલ્લામાં બન્યો છે. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઉંડી તપાસ શરુ કરી છે.જાન ઝાંબુઆના જાલાપોડા ગામે ગઇ હતી
દાહોદ જિલ્લામાં આ ચોંકાવનારો બનાવ બન્યો છે. દાહોદના ભાટીવાડા ગામમાં રહેતા યુવકની જાન મધ્યપ્રદેશના ઝાંબુઆ તાલુકાના જાલાપોડા ગામમાં ગઇ હતી. લગ્ન વિધી પૂર્ણ થયા બાદ જાનૈયાઓ સહિત વરરાજા અને દુલ્હન પરત ભાટીવાડા ગામે જવા નિકળ્યા હતા.દરમિયાન જાનનો કાફલો બોરડી ગામ નજીકથી પસાર થતી હતી ત્યારે રસ્તામાં અચાનક જ બાઇક પર 20 જેટલા શખ્સો ધસી આવ્યા હતા
આ શખ્સોએ જાનૈયા અને વરરાજા તથા ડ્રાઇવરને ધાકધમકી આપીને દુલ્હનનું અપહરણ કર્યું હતું.પોલીસની તપાસ શરુઆ શખ્સો દુલ્હનને લઇને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ દાહોદ પોલીસને તથા દાહોદ એલસીબી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કોણે ક્યા કારણોસર દુલ્હનનું અપહરણ કર્યું હતું અને ક્યા ગામના આ શખ્સો હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી.
Reporter: News Plus