એણે પોતે જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અંગ્રેજીમાં કંઇક આ મતલબનું લખ્યું હતું કે મૂર્ખાઓ સાથે દલીલબાજીમાં ઉતરવું નહિ.તેઓ જાતે તો ડૂબશે અને તમને લઈને ડૂબશે.શહેર ભાજપ યુવા મોરચાના પદાધિકારી આકાશ પટેલ માટે તેમની પોતાની આ પોસ્ટ અનુભવનો બોધપાઠ આપનારી બની ગઈ છે. આકાશ પટેલ ખૂબ સક્રિય કાર્યકર ના નાતે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ખૂબ સક્રિય રહેતા.
તેઓ ખાસ કરીને ભાજપના કોંગ્રેસીકરણ ના સખત વિરોધી હતા.કોંગ્રેસના કાર્યકરો ને ભાજપમાં ભરતી કરી હોદ્દાઓ આપવા અને વર્ષોથી પક્ષને સમર્પિત કાર્યકરો ની કોઈ કદરના કરવાની રીતભાત સામે તેઓ હંમેશા ભારે આક્રોશ વ્યક્ત કરતા,રોષ ભર્યા લખાણો લખતા.આ રીતે તેઓ સંગઠન સાથે સતત ટકરાતાં રહેતા.તેઓ ને લાગતું હશે કે તેઓ પક્ષને બચાવવા મથતા ક્રાંતિકારી છે.પરંતુ સંગઠનને તેમની આ સક્રિયતા,નીડર લખાણો અને ટીકાઓ માં પક્ષ સામે બળવાની ગંધ આવી. પરિણામે આજે આકાશ પટેલને પક્ષના તમામ ગૃપોમાં થી દુર કરવાની સાથે તમામ પક્ષીય જવાબદારીઓ માં થી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
જો કે આકાશ પટેલે મૂળ સ્વભાવને વળગી રહેતી પ્રતિક્રિયા આપતી એક પોસ્ટમાં જણાવ્યું કે પક્ષ માટે ૧૦ વર્ષની નિસ્વાર્થ મજૂરીનો બદલો,બીજેપી વડોદરા કંપની ( સંગઠન)ના ડાયરેક્ટર,સી. ઇ . ઓ અને બોર્ડ મેમ્બરસે આપ્યો છે. ૫ મિનિટમાં જ તમામ ગ્રુપોમાં થી દુર કરીને સાથે તમામ જવાબદારીઓ માં થી મુક્ત કર્યો છે.
તેમની આ વિદાય પોસ્ટથી ભાજપમાં ચર્ચા જાગી છે.અવાજ ઉઠાવનાર આકાશ ની હિંમતને બળવાખોરી ગણી લેવાતા આખરે તેઓ પક્ષ દ્વારા જમીન ભેગા થઈ ગયા છે.
Reporter: News Plus