નવી દિલ્હી: દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછ બાદ બાલિયાનની ધરપકડ કરવામાં આવી છે. આપના ધારાસભ્ય વિરુદ્ધ આ કાર્યવાહી 2023ના વર્ષના ખંડણીના કેસમાં કરવામાં આવી છે. ભાજપ દ્વારા નરેશ બાલિયાનની એક ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી.
આપના ધારાસભ્ય બાલિયાન અને કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ વચ્ચેની વાતચીતની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. આ વાતચીતમાં કથિત રીતે ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણીની રકમ વસૂલવાની ચર્ચાની વાત કરવામાં આવી રહી હતી. આ મામલે વધુ તપાસ હાલ ચાલુ છે.
...
Reporter: admin







