News Portal...

Breaking News :

AAP નેતા રેશ્મા પટેલે કાળી પટ્ટી બાંધીને મહિલા સુરક્ષામાં નિષ્ફળ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું

2025-09-09 14:33:48
AAP નેતા રેશ્મા પટેલે કાળી પટ્ટી બાંધીને મહિલા સુરક્ષામાં નિષ્ફળ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું


ગૃહમંત્રી ગુજરાતની દીકરીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ: રેશ્મા પટેલ AAP
પોતાના વિસ્તારમાં જ 221 બળાત્કાર અને 92 છેડતીના કેસો ગૃહમંત્રીની નિષ્ફળતા સાબિત કરે છે: રેશ્મા પટેલ AAP
ભાષણોમાં નંબર વન, દીકરીઓની સુરક્ષામાં ઝીરો ગૃહમંત્રી : રેશ્મા પટેલ AAP
દીકરીઓની રક્ષામાં નિષ્ફળ ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે : રેશ્મા પટેલ AAP
ભાજપ સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે પરંતુ કાયદાનું પાલન કરાવવામાં નિષ્ફળ : રેશ્મા પટેલ AAP



કાળી પટ્ટી બાંધી ગૃહમંત્રાલય અને ભાજપ સરકારનો વિરોધ કરું છું : રેશ્મા પટેલ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે કાળી પટ્ટી બાંધીને મહિલા સુરક્ષામાં નિષ્ફળ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામુ માંગ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટીની નેતા રેશ્મા પટેલે આજે એક નિવેદન આપતાં જણાવ્યું કે, ગુજરાત ગૃહમંત્રી ગુજરાતની દીકરીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. પોતાના જ વિસ્તારમાં 221 બળાત્કાર અને 92 છેડતીના કેસો નોંધાયા છે, જે સીધી રીતે ગૃહમંત્રીની નિષ્ફળતાને દર્શાવે છે. રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભાષણો કરે છે પરંતુ હકીકતમાં ગુજરાતની દીકરીઓની સુરક્ષા કરવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ છે. 


ભાષણોમાં નંબર વન ગણાતા ગૃહમંત્રી સુરક્ષાના મામલામાં નંબર ઝીરો સાબિત થયા છે. ગૃહ મંત્રી સુરક્ષાની બાબતમાં નંબર વન ક્યારે બનશે એ મોટો સવાલ છે?આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે સ્પષ્ટપણે માંગણી કરી કે દીકરીઓની રક્ષામાં નિષ્ફળ એવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પદ પરથી રાજીનામું આપવું જોઈએ. ભાજપ સરકાર માત્ર મહિલા સુરક્ષાની વાતો કરે છે પરંતુ કાયદાનું પાલન કરાવવામાં પૂરી રીતે નિષ્ફળ છે. કેટલાય કેસ એવા હોય છે જે પેપરમાં આવતા હોય છે અને તેની ફરિયાદ નોંધાતી હોય છે પરંતુ ઘણા કેસ એવા હોય છે જેને દબાવી દેવામાં આવે છે. તો તો દીકરીઓને સુરક્ષામાં નિષ્ફળ ગયેલા હર્ષ સંઘવી રાજીનામું આપે અને ગુજરાતની દીકરીઓની રક્ષા કરી શકે એવા કોઈ વ્યક્તિને ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.

Reporter: admin

Related Post