વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શુક્રવારે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પાર્ટીના કાર્યકરો ઝાડુ અને તગારા લઈને પ્રતાપનગર બ્રિજ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

કાર્યકરોનો આક્ષેપ છે કે બ્રિજ પર સફાઈના નામે ફક્ત માટીના ઢગલા એકઠા કરવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય રીતે કચરો અને માટી દૂર કરવામાં આવી નહોતી. તે કારણે પોતે જ ઝાડુ લઈને સ્વચ્છતા કામગીરી હાથ ધરવી પડી.

કાર્યક્રમને લઈને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.આ પ્રસંગે શહેરની હાલતને લઈને AAP વડોદરા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, તંત્ર માત્ર દેખાવ કરે છે, હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા બરાબર નથી.




Reporter: admin







