News Portal...

Breaking News :

આમ આદમીનાં સમીકરણો બદલાયા.. ભાજપના પૂર્વ ધારાસભ્ય આપમાં જોડાય તેવી પૂરી શક્યતા

2025-07-19 10:38:31
આમ આદમીનાં સમીકરણો બદલાયા.. ભાજપના પૂર્વ ધારાસભ્ય આપમાં જોડાય તેવી પૂરી શક્યતા


આપપાર્ટી તરફનો પવન ફૂંકાઇ રહ્યો છે તેનો લાભ લેભાગુ નેતાઓ પણ લઇ શકે..
જિલ્લાનાં પૂર્વ ધારાસભ્ય, આમ આદમી પાર્ટીમાં જોડાય તો નવાઈ નહી.




ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી ધાર્યા કરતા ખૂબ જલ્દીથી મજબૂત બનાવી દીધી.કાઠિયાવાડમાં પણ ભાજપના નેતાઓને જાહેર જનતાની વચ્ચે જવું ભારી પડી રહ્યું છે 
વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા જીત્યા બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાઠુ કાઢી શકે છે તેવું જોતાં હવે ભાજપ અને કોંગ્રેસમાં સાઇડ લાઇન થઇ ગયેલા નેતાઓ આપમાં જોડાવવાનું વિચારી રહ્યા છે ત્યારે હવે આપમાં ભરતી મેળો પણ શરૂ થયો છે. થોડા દિવસ પહેલા ભાજપના ઓબીસી મોરચા ના પ્રમુખ આપ માં જોડાયા હતા.હવે જિલ્લામાંથી પણ પૂર્વ ધારાસભ્ય આપમાં જોડાય શકે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. 


જિલ્લાના પૂર્વ ધારાસભ્યને હવે તેમની પાર્ટીમાં કોઇ ભાવ પુછતું નથી અને તેથી આપમાં જઇને રાજકીય કેરિયર ચમકાવવાના પ્રયાસ કરી રહ્યા છે અને તેથી થોડા દિવસોમાં તેઓ આપમાં જોડાઇ જાય તો નવાઇ નહી લગાડતા. હવે આમ આદમી પાર્ટી તરફનો પવન ફૂંકાઇ રહ્યો છે અને તેનો લાભ હવે લેભાગુ નેતાઓ પણ લઇ શકે છે. ભાજપ અને કોંગ્રેસમાં રહીને કમાઇ લીધા બાદ હવે પક્ષે આવા નેતાઓને કોરાણે મુકી દીધા છે જેથી ફરીથી કમાન હાથમાં રહે તે માટે આ નેતાઓ આમ આદમી પાર્ટીનો વિકલ્પ ચકાસી રહ્યા છે. આમ પણ  આદમી પાર્ટીમાં  નેતાઓની અવર જવર ચાલતી જ હોય છે ત્યારે આ એક વધુ નેતા આપમાં જોડાઇ શકે તેવી શક્યતા લાગી રહી છે.

Reporter: admin

Related Post