News Portal...

Breaking News :

માંજલપુર વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારીના કારણે બનેલી ઘટનાને લઈને મૃતકની આત્માની શાંતિ માટે આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન

2025-12-29 13:44:23
માંજલપુર વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારીના કારણે બનેલી ઘટનાને લઈને મૃતકની આત્માની શાંતિ માટે આમ આદમી પાર્ટી દ્વારા  કેન્ડલ માર્ચનું આયોજન


વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે. 


ગટરમાં પડી જવાથી વિપુલ સિંહ ઝાલાનું મોત થતા શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે.આ ઘટનાને લઈને આજે દરબાર ચોકડીથી માંજલપુર પાણીની ટાંકી સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્ડલ માર્ચ બાદ ઘટનાસ્થળે મૌન પાળીને મૃતક વિપુલ સિંહ ઝાલાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.આ દરમિયાન વડોદરાની આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 


આમ આદમી પાર્ટીના ઈસ્ટ ઝોન પ્રમુખ અશોક ઓઝા અને લોકસભા પ્રમુખ વિરેન રામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિપુલ સિંહ ઝાલાના મૃત્યુ માટે જવાબદાર તમામ દોષિતો સામે કાયદેસર અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

Reporter: admin

Related Post