નૂતન ભારતના ભાવીને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે. તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકા થી ધોરણ- ૮ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતાં ક્રમશ: ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે ભારતના આર્શ દ્રષ્ટા, નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘ દ્રષ્ટા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ઉદાત્ત વિચારધારાની ફળશ્રુતિ રૂપ કન્યા કેળવણી માટે એક પાયાની શીલા સમાન ઉત્સવ એટલે આ "શાળા પ્રવેશોત્સવ".
આ વર્ષે તારીખ ૨૬ જુન ૨૦૨૪ ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આ " શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪" ની ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં આજે શાળા પ્રવેશોત્સવ ના પ્રથમ દિવસે ૪૦ પ્રાથમિક શાળાઓમાં (જેમાં ૩૮ ગુજરાતી માધ્યમ, ૦૧ હિન્દી માધ્યમ અને 0૧ અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે) "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણી હાથ ધરવામાં આવેલ છે. આ "શાળા પ્રવેશોત્સવ" દરમિયાન બાલવાટિકામાં ૧૨૩૬ બાળકોને અને ધોરણ -૧ થી ૮ માં ૧૭૫૧ વિદ્યાર્થીઓને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવેલ છે. આ "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ ભાગ લેવા (૧) માનનીય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબ,મુખ્ય દંડક ,ગુજરાત વિધાનસભા (૨) માનનીય મેયર પિન્કીબેન સોની ,વડોદરા મહાનગર સેવા સદન (૩) માનનીય કમલભાઈ દયાની સાહેબ અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત રાજ્ય,ગાંધીનગર (૪) માનનીય ગાર્ગીબેન જૈન, ડાયરેક્ટર રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગર,ગુજરાત રાજ્ય (૫) માનનીય ડીએમ ઠાણ,નાયબ સચિવ,કલાયમેટ ચેજ ડીપાર્ટમેન્ટ,ગુજરાત રાજ્ય,ગાંધીનગર (૬) માનનીય યોગેશભાઈ પટેલ (ધારાસભ્ય માંજલપુર વિધાનસભા) (૭) માનનીય મનિષાબેન વકીલ (ધારાસભ્યશહેર વિધાનસભા),(૮)માનનીય ચૈતન્યભાઈ દેસાઈ (ધારાસભ્ય અકોટા વિધાનસભા) (૯) માનનીય ડે.મેયર ચિરાગભાઈ બારોટ (૧૦) માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલભાઈ મિસ્ત્રી (૧૧) માનનીય દંડકશ્રી વડોદરા મહાનગર શૈલેષભાઈ પાટીલ (૧૨) માનનીય નેતા શાસક પક્ષ મનોજભાઈ પટેલ (૧૩) માનનીય પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી (૧૪) માન . પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા,( ૧૫)માનનીય પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે (૧૫) માનનીય પૂર્વ મેયર નીલેશભાઈ રાઠોડ (૧૬) માનનીય પૂર્વ ડે.મેયર નંદાબેન જોશી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવેલ હતો. આ સાથે અન્ય મહાનગર પાલિકાનાં પદાધિકારીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાનાં માનનીય અધ્યક્ષ મિનેષભાઈ પંડ્યા, જીલ્લા શિણાધિકારી આર.આર.વ્યાસ સાહેબ, શાસનાધિકારી, શ્વેતા પારગી, માનનીય સભ્યઓ આદિત્ય પટેલ, વિજય પટેલ, રીટા માંજરાવાલા, ભરત ગજ્જર, શર્મિષ્ઠા સોલંકી, અંજના ઠક્કર, રણજીત રાજપુત, નિલેશભાઈ કહાર, જિજ્ઞેશભાઈ પરીખ, નિષિધભાઇ દેસાઈ, નીપાબેન પટણી, કિરણભાઈ સાળુંકે તથા કિશોરભાઈ પરમાર સહિતના પદાધિકારી પૂર્વ ધારાસભ્ય તથા શહેર સંગઠનના વિવિધ પદાધિકારી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી “શાળા પ્રવેશોત્સવ” દરમિયાન વિવિધ શાળાઓમાં જઈને ધોરણ-૧, બાલવાટિકામાં પ્રવેશ મેળવતાં બાળકોને કુંમ કુંમ તિલક કરી આવકારવામા આવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવી છે. જેમાં બેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી, કંપાસ, વોટર બેગ, બુટ - મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ થાય છે.આજના શાળા પ્રવેશોત્સવમાં માનનીય મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ સાહેબ કવિ દુલાભાયા કાગ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના સાર્વત્રિકરણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ‘નમો લક્ષ્મી, નમો સરસ્વતિ’ યોજનાઓ શરુ કરવામાં આવી છે. આ યોજનાઓ થકી છેવાડાના વ્યક્તિ સુધી શિક્ષણ પહોંચશે, અને વિદ્યાર્થીઓ પોતાના મનગમતા અભ્યાસક્રમમાં જોડાઈ પોતાનું ભાવી ઉજ્જવળ બનાવશે.”
વડોદરાના માનનીય મેયર પીન્કી સોની આજે મહાવીર સ્વામિ પ્રાથમિક શાળા, છાણી અને શરણમ પ્રાથમિક શાળા, વેમાલી ખાતે ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ આજે ગુજરાતની શાળાઓ અતિઆધુનિક શાળા મકાન, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, સ્માર્ટક્લાસ અને રમત ગમતના સાધનોથી સજ્જ છે. તેમજ તમામ શાળાઓમાં ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવી છે, આ શિક્ષકો થકી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.”આ સાથે સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય કચેરી દ્વારા તમામ શાળાઓનાં વિદ્યાર્થીઓને મારી લેખન પોથી નોટબુક, ફ્લેશ કાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વર્તાપોથી નિપુર્ણ ભારત કર્યોન ,સચા, પેન્સિલ ,જેવી વિવિધ સામગ્રી પણ પુરી પાડવામાં આવેલ છે. ઉપરાંત સમગ્ર શિક્ષા દ્વારા ૨૧૨ દિવ્યાંગ બાળકોને MSID KIT ૧૩૮ દિવ્યાંગ દીકરીઓને ૨૦૦૦ રૂપિયા ગર્લ્સ સ્ટાઇપેન્ડ જેવી વિવિધ રકમ બાળકનાં ખાતામાં ડાયરેક જમાં કરાવામાં આવેલ હતી. તેમજ જરુરીયાત મુજબની શાળામાં ટ્રાન્સર્પોટેશ પૂરું પાડવામાં આવે છે. આ વર્ષે “શાળા પ્રવેશોત્સવ” ની ઉજવણી દરમિયાન વૃક્ષારોપણ તથા પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિ ફેલાય તે માટે એક ઉત્તમ પહેલ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે જેનાં ભાગરૂપે “શાળા પ્રવેશોત્સવ” માં ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભવો, પદાધિકારી, અધિકારી વગેરે દ્વારા સંકલ્પ વૃક્ષનું આરોપણ કરવામાં આવેલ છે. અને એક બાલ એક ઝાડ નાં સંકલ્પ સિધ્ધી માટે શાળા પરિવારમાં જાગૃતિ ફેલાઈ અને શાળા કક્ષાએ વિદ્યાર્થીગણ, વાલીગણ વગેરેને આ બાબતે જાગૃત કરીને પર્યાવરણની જાળવણી માટેના પ્રયત્નો હાથ ધરાય તે મુજબ આયોજન કરવામાં આવેલ હતું.
Reporter: News Plus