News Portal...

Breaking News :

ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં તકરારમાં ચપ્પા તેમજ બેટથી કરાયેલા હુમલામાં એક યુવકનુ

2024-06-24 12:03:17
ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં તકરારમાં ચપ્પા તેમજ બેટથી કરાયેલા હુમલામાં એક યુવકનુ


જિલ્લાના ચિખોદરા ગામે ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ દરમ્યાન પ્રેક્ષકોના બે જૂથો વચ્ચે થયેલી તકરારમાં ચપ્પા તેમજ બેટથી કરાયેલા હુમલામાં એક યુવકનું મોત થયું હતું.


ઈજાગ્રસ્તો બે યુવકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં એક યુવકનું સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે ટોળાં વિરુધ્ધ રાયોટિંગ તથા હત્યાનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ આરંભી છે.આણંદ પાસેના ચિખોદરા ગામે ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ગત રોજ ફાઈનલ મેચ હોવાથી મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ નીહાળવા આવ્યા હતા. આ ફાઈનલ મેચ નિહાળવા માટે આણંદથી ઈમરોઝ અબ્દુલરહીમ વ્હોરા, સલમાન મહંમદહનીફ વ્હોરા,  સોએબ વ્હોરા તથા અર્થ વ્હોરા તેમના મિત્રો સાથે ગયા હતા. દરમ્યાન આ ફાઈનલ મેચ ચાલી રહી હતી ત્યારે ઘેટો અને હેલો નામના બે શખ્સો મોટરસાયકલ ઉપર સવાર થઈ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા 


અને આ બંને શખ્સોને ઈમરોઝ અબ્દુલરહીમ વ્હોરા અને સલમાન મહંમદહનીફ વ્હોરા સાથે કોઈક બાબતે બોલાચાલી થતા ઘેટો તથા હેલોએ તેઓના મિત્રો વિશાલ, શક્તિ અને ફુલીયાને ગ્રાઉન્ડ ખાતે બોલાવ્યા હતા. બાદમાં આ પાંચેય શખ્સોએ ભેગા મળી બિભત્સ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને  ઈમરોઝ વ્હોરા તથા સલમાન વ્હોરાને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ઝઘડા દરમ્યાન વિશાલ નામના શખ્સે ખીસ્સામાંથી છરી કાઢી ઈમરોઝ અને સલમાન ઉપર હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સમયે શક્તિ નામના શખ્સે લાકડાનું બેટ સલમાનના માથાના ભાગે મારી દીધું હતું. ઝઘડામાં ગંભીર રીતે ઘવાયેલા બંને શખ્સોને સારવાર અર્થે તુરત જ ૧૦૮ મારફતે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Reporter: News Plus

Related Post