News Portal...

Breaking News :

ગોરવામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો કેસ મધરાતે વાંકીચૂકી કાર હંકારતો યુવક

2025-04-09 16:17:43
ગોરવામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો કેસ મધરાતે વાંકીચૂકી કાર હંકારતો યુવક


વડોદરા : છેલ્લા કેટલાક સમયથી ફુલ સ્પીડે વાહન ચલાવી એક્સિડન્ટ કરવાના બનાવ બની રહ્યા હોવાથી પોલીસ દ્વારા આવા બનાવો રોકવા માટે વાહનચાલકોને તપાસવામાં આવી રહ્યા છે. 



ગોરવા પોલીસની ટીમ ગઈકાલે મધરાતે આનંદવન કોમ્પલેક્ષ પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કાર વાંકી ચૂકી આવી રહ્યું હોવાથી પોલીસને શંકા પડી હતી. પોલીસે કારને આંતરી ચેક કરતા કારચાલક દારૂના નશામાં જણાઈ આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં યુવકનું નામ અંકિત ઘનશ્યામભાઈ પટેલ રહે-જય શ્રી નારાયણ નગર, અરુણાચલ રોડ, સુભાનપુરા હોવાનું ખૂલ્યું હતું. જેથી તેની કાર કબજે લઈ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસમાં અટકાયત કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post