News Portal...

Breaking News :

કાર હડફેટે એક વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો

2025-07-27 12:09:45
કાર હડફેટે એક વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો


વડોદરાના ગોત્રી વિસ્તારમાં કોપરેટીવ મકાનમાં કામગીરી કરવા આવેલા મજૂરોએ એક વર્ષની બાળકી ગુમાવી



વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક વર્ષની માસૂમ બાળકીનું કાર હડફેટે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઈટ્સ સામે, ગોત્રી કોપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ચાલી રહેલા બાંધકામ સ્થળ પર બની હતી.મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશથી રોજગારી અર્થે આવેલા મજૂર પરિવારની એક વર્ષીય બાળકી, એલિસા અરવિંદભાઈ નીનામા, ઘરના આંગણામાં રમી રહી હતી. 


તે સમયે એક કાર ચાલકે આજુબાજુ જોયા વિના બેદરકારીપૂર્વક કાર હંકારી હતી, જેના કારણે માસૂમ એલિસા કારની અડફેટે આવી ગઈ હતી અને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ મજૂર વર્ગમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. રોજગારી માટે વડોદરા આવેલા આ મજૂરો ન્યૂ વીઆઈપી રોડ પર રહે છે અને ગોત્રી વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ ન્યાય માટે આજીજી કરી છે.ગોત્રી પોલીસે આરોપી અર્જુન અમરસિંહ ચાવડાની કરી ધરપકડ આગળની તપાસ હાથ ધરી.

Reporter: admin

Related Post