દેશી હાથ બનાવટના તમંચા વડે કર્યું ફાયરિંગ કવાંટ પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી ઈજાગ્રસ્ત મહિલા વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છોટા ઉદેપુર જીલ્લાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં દીધી હાથ બનાવટના તમંચા વડે ફાયરિંગ થતા એક મહિલા ઈજાગ્રસ્ત થવા પામી છે. આ મહિલાને સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે ફાયરિંગ કરનારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
છોટા ઉદેપુર જીલ્લાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગ હતા, જેમાં રેણધી ગામના જયેશભાઈ રાઠવા તેમની પત્ની, માટે પિતા, તથા શાંતુબેન ગણપતભાઈ રાઠવા તથા તેમના સગા સંબંધી તથા ફળિયાના મળી કુલ 30 થી 40 લોકોને મામેરું લઇને મોટી સાંકળ ગયા હતા. જ્યાંથી રાત્રે લગભગ અઢી વાગ્યાના અરસામાં પરત ઘરે જવા બે પિકઅપ તથા એક ઇકો ગાડીમાં બેસીને નીકળ્યા ત્યારે ત્યાં મોટી સાંકળ ગામનો પ્રવીણભાઈ વિરસિંગભાઈ રાઠવા પણ ડી.જે. સાથે વરરાજાનો શેરો અને ઘોડો લઇને 30 થી 40 જણા સાથે નાચતા નાચતા મંડપ તરફ આવતો હતો ત્યારે અચાનક ફટાકડા જેવું ફૂટવાનો અવાજ આવ્યો હતો. અને પિકઅપ ગાડી નંબર GJ 34 T 1879 માં બેસેલ શાંતુ બેન ગણપતભાઈ રાઠવા એ બૂમ પાડી કહ્યું કે મને ખૂબ નીકળે છે, એટલે ત્યાં હાજર રવિતાબેન અરવિંદભાઈ રાઠવા તથા અન્યોએ શાંતુબેનને જોતા તેમના જમણા પગના સાથળના ભાગે કોઈ બંદૂક ની ગોળી જેવું વાગી આરપાર કાણું પડી ગયું હતું.અને લોહી નીકળતું હતું. એટલે જયેશભાઈ રાઠવાએ તાત્કાલિક ડીજે બંધ કરાવ્યું હતું.અને પિકઅપ ગાડીમાં જોતા પાછળના ડાલાના બન્ને ભાગોમાં કાણા પડી ગયા હતા.
આ ફાયરિંગમાં ઈજા પામેલ શાંતુબેનને તાત્કાલિક 108 બોલાવી કવાંટ સરકારી દવાખાને લાવી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.ખાતે મોકલવામાં આવ્યા છે
આ અંગે કવાંટ પોલીસે ગુનો નોંધી મોટી સાંકળ ગામે એફ.એસ.એલ. સાથે વિઝીટ કરતા તમંચા જેવા હથિયાર વડે બનાવ બનેલ હોવાનો અભિપ્રાય આવતા ડી.જે. સાથે વરરાજાનો શેરો અને ઘોડો લઇને પ્રવીણભાઈ વિરસિંગભાઈ રાઠવાની પૂછપરછ કરતાં પોતે દેશી હાથ બનાવટનો ગેરકાયદેસર રીતે રાખેલ તમંચા વડે ફાયરિંગ કર્યું હોવાનું કબૂલ્યું હતું.
જેને લઇને કવાંટ પોલીસે પ્રવીણભાઈ વિરસિંગભાઈ રાઠવાની ઇપિકો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus