વિજયા દશમી નિમિત્તે વડોદરા શહેર પોલીસ પ્રતાપ નગર હેડ કોટર ખાતે દ્વારા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો.

આજે દશેરાનો ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર પ્રતાપનગર ખાતે પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજન કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામા આવ્યુ હતું. પોલીસ હેડ ક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા દશેરા નિમિત્તે વડોદરા શહેર પોલીસ હેડ ક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજાનું આયોજન રાખવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વડોદરાના પોલીસ કમિશનરના હસ્તે પૂજા કરવામાં આવી હતી. શસ્ત્રપૂજા કાર્યક્રમમાં વડોદરા શહેરમાં તમામ પોલીસ કર્મચારીઓ તમામ વિસ્તારના એ.સીપી., ડી.સી.પી તથા અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં શસ્ત્રપૂજા અને અશ્વપૂજા અને વાહન પૂજા બ્રાહ્મણો દ્વારા વિધિસર કરવામાં આવી હતી. અહીંયા વડોદરા શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી





Reporter: admin







