News Portal...

Breaking News :

પટવાશેરી નજીક ફાયરિંગની ઘટના છ રાઉન્ડ ફાયરિંગનો વિડિઓ વાયરલ

2025-07-13 12:17:48
પટવાશેરી નજીક ફાયરિંગની ઘટના છ રાઉન્ડ ફાયરિંગનો વિડિઓ વાયરલ


અમદાવાદ: શહેર માં 11 જુલાઈએ મોડીરાત્રે 8 કરોડ રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે. 



બિલ્ડરે રૂપિયા માગતાં પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી, જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી. પટવાશેરી નજીક ફાયરિંગની ઘટના બનતાં ગેંગવોર જેવી સ્થિતી સર્જાઇ હતી. હવે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.ડંડા જેવી વસ્તુ લઇને વાહનની સાઇડમાં મૂકે છે CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 3 શખ્સો રોડની ફૂટપાથ પર કોઈની રાહ જોઈ રહ્યા હોય તે રીતે ઉભા છે. બાદમાં થોડીવાર પછી એક ગ્રીન કલરની ટી-શર્ટ પહેરેલો શખ્સ ત્યાંથી નીકળી જાય છે. બાદમાં થોડીજ વારમાં એક પઠાણી-કુર્તો પહેરેલા શખ્સ સાઇડમાં દિવાલ પર કોઈ ડંડા જેવી વસ્તુ લઇને એક્ટિવા જેવા વાહનની સાઇડમાં મૂકે છે.



3 શખ્સ ફિલ્ડિંગ ગોઠવી ઉભા હતા, એક શખ્સ ત્યાંથી નીકળી જાય છે
પાછળથી એક શખ્સ આવીને ટુ-વ્હીલર પર રહેલા શખ્સને પકડી લે છે બાદમાં થોડીવારમાં તે રોડ પર આવીને એક વ્હાઇટ શર્ટમાં ટુ-વ્હીલર પર આવતા શખ્સને રોકે છે. બાદમાં પાછળથી એક શખ્સ આવીને ટુ-વ્હીલર પર રહેલા શખ્સને પકડી લે છે. અને ડંડાવાળો શખ્સ અને તેની સાથે જે શખ્સ હોય છે તે ભાગી જાય છે.ધડાધડ ફાયરિંગનો અવાજ આવે છે બાદમાં જે થોડીવાર પહેલાં ગ્રીન ટી-શર્ટ પહેરેલો શખ્સ હતો તે પાછો દોડીને પોતાના ખિસ્સામાંથી કંઇક કાઢીને જે ટુ-વ્હીલર પડ્યું છે ત્યાં આવે છે. બાદમાં ધડાધડ ફાયરિંગનો અવાજ આવે છે અને પાછળથી આવેલો શખ્સ અને ગ્રીન ટી-શર્ટમાં રહેલો શખ્સ ત્યાંથી ભાગી જાય છે.

Reporter: admin

Related Post