વડોદરા શહેરમાં હિન્દુ ધર્મના મકરસંક્રાંતિના મહાપર્વત ના દિવસે શ્રી સૌરાષ્ટ્ર કારડીયા રાજપૂત સમાજના યુવા ટીમના લીડર સંદીપસિંહ ઝણકાટ તેમજ તેમની ટીમના કૈલાશ બારડ,હરિ બારડ, ચંદ્રસિંહ સોલંકી મહાવીરસિંહ પરમાર વગેરે એ મકરસંક્રાતિના મહા પર્વના દિવસે પતંગ કપાયા બાદ રોડ પર, ઝાડ પર અથવા તો છાપરા પર ટીવીના કેબલ પર જે પતંગના દોરા લટકાયેલા હોય છે.

પક્ષીઓની સુરક્ષા માટે એ દોરા ઓને ભેગા કરી એમનો નીકાલ કરી.આજરોજ ચકલી સર્કલ વિસ્તારમાં સવારના ૧૦: ૦૦ વાગ્યાના સમય થી બપોરના ત્રણ વાગ્યાના સમય સુધી યુવાટીમ દ્વારા પતંગોના કપાયેલ લટકેલા વેસ્ટ દોરા હોય છે. તેમને એકઠા કરી અને એક જગ્યાએ ભેગા કરી અને કચરાપેટીમાં નાખવા માટેની સેવાનુ સ્વેચ્છિક કાર્ય કરેલ છે.
Reporter: