News Portal...

Breaking News :

વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSIની અનોખી સિદ્ધિ

2025-01-06 13:38:05
વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSIની અનોખી સિદ્ધિ


સરકાર અને નિયમનકારી સંસ્થાઓ ૨૦૪૭ માટેના વિકસિત ભારતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ૧,૫૦,૦૦૦ CS કૉર્પોરેટ ગવર્નન્સ પ્રોફેશનલ્સની જરૂરિયાત હોવાનું દર્શાવે છે 


ત્યારે ICSI હેડક્વાર્ટર દ્વારા ICSI વડોદરા ચેપ્ટરને ૯૦૦૦ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક અપાયો હતો. જે લક્ષ્યને હાંસલ કરવા માટે વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI ના ચેરમેન CS મિતુલ સુથારના માર્ગદર્શનમાં વડોદરા ચેપ્ટરના કર્મનીષ્ટ અને સમર્પિત પ્રયાસોથી લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી છે. જે વિશે માહિતી આપતા CS મિતુલ સુથારે જણાવ્યું હતું કે, CS અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં આવે તેવા આશય સાથે વડોદરા, નડિયાદ, આણંદ અને દાહોદ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોની વિવિધ શાળાઓ તથા કોલેજોમાં CS અંગેના કારકિર્દી જાગૃતિ કાર્યક્રમો યોજીને ૯૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને CS અંગેની જાણકારી આપી હતી. 


આ સિદ્ધિ વડોદરા ચેપ્ટરની કાર્યક્ષમતા, સુચારું આયોજન અને કર્મ કે સંકલ્પ સે સિદ્ધિના સુત્રને પકડીને નિસ્વાર્થ કામ કરવાનું પરિણામ છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ICSI વિશે પરિચય, CS કોર્સની માળખાગત માહિતી, કારકિર્દીની અનેક તકો, પાસ થવા માટેના માપદંડો અને ICSI દ્વારા પ્રદાન કરવામાં આવતી મફત ઓનલાઈન સેન્ટ્રલાઇઝ્ડ ક્લાસીસ જેવી વિવિધ મહત્વની માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં CS પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ કાર્યકમો અમૂલ્ય સાબિત થશે. વડોદરા ચેપ્ટર દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ માટે ચોક્કસ પણે નવું પ્રેરણાસ્થાન પુરુ પાડશે.

Reporter: admin

Related Post