વડોદરા :પંચમ વડોદરા ગ્રુપ દ્વારા આજ રોજ કલાભવન ઓડિટોરિયમ ખાતે સુનીલ બર્વેનો 'તો હા સુનીલ બર્વા ' નો મરાઠી ટોક શો યોજાયો.

સુનીલ બર્વે મરાઠી, હિન્દી તેમજ ગુજરાતી નાટક ચિત્રપટ મા અભિનય કરી ચૂક્યા છે. પંચમ વડોદરા ગ્રુપ વડોદરામાં મરાઠી નાટ્ય સંગીત, નાટક તેમજ ટોક શો જેવા અનેક કાર્યક્રમો કરતા હોય છે તેમનો વડોદરામાં આ વર્ષનો બીજો કાર્યક્રમ છે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુનીલ બર્વે અને ધર્મપત્ની સાથે લોકોએ સંવાદ કર્યો હતો અને લોકો દ્વારા પુછાયેલા પ્રશ્નોનું ખૂબ જ સુંદર રીતે વાર્તાલાપ કરી હતી આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સરસ્વતી માતા ના છબી પર પુષ્પ માળા અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.






Reporter: admin