યાત્રાનો રૂટ તિરંગી બન્યો. વાંજતે ગાજતે નીકળેલી યાત્રામાં ભારત માતાનો જય જય કાર.

દેશભરમાં તારીખ 13 થી 25 સુધી રાષ્ટ્રીય વ્યાપી તિરંગા યાત્રા યોજાઇ રહી છે જેમાં આજરોજ સાવલી નગરમાં દેશભક્તિના માહોલ સાથે વાજતે ગાજતે જયજયકાર ગજવતા સૂત્રો વચ્ચે તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રા એ તેના રૂટ પર તિરંગી માહોલ જોવા મળ્યો હતો.ભારતીય સેના ના ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના સન્માન અને તિરંગાના ગૌરવને આ યાત્રા સમર્પિત કરવામાં આવી રહી છે. સાવલીમાં ગાંધી ચોક પાસેથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે આ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ યાત્રા નું સમાપણ . દામાજી ના ડેરા પાસે કરવામાં આવ્યું.સમગ્ર માર્ગ પર હાથમાં તિરંગા ફરકાવતા લોકોએ "ભારત માતા કી જય","વંદે માતરમ" , જેવા ગગનઘોષ કરી દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો. આ તિરંગા યાત્રા સેનાના બલિદાનને યાદ કરવાનો અવસર સન્માન બની રહેવા ઉપરાંત નાગરિકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને સશક્ત બનાવી હતી. આ યાત્રાએ ફરી એકવાર બતાવી દીધું છે કે દેશનો દરેક નાગરિક સેના સાથે ઉભો છે અને તિરંગાના સન્માન માટે એક છે.



Reporter: