News Portal...

Breaking News :

હાવડાના નાલપુર પાસે એક ટ્રેનને અકસ્માત નડ્યો : એન્જિન અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

2024-11-09 10:00:19
હાવડાના નાલપુર પાસે એક ટ્રેનને અકસ્માત નડ્યો : એન્જિન અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા


નાલપુર: પશ્ચિમ બંગાળમાં એક ટ્રેન અકસ્માત થયો છે. હાવડાના નાલપુર પાસે એક ટ્રેનને અકસ્માત નડ્યો છે. જેમાં સિકંદરાબાદથી આવી રહેલી ટ્રેન નંબર 22850 સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 


એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે. હાલ ઘટનાની માહિતી મળતા રેલવે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અકસ્માત હાવડા રેલવે સ્ટેશનથી લગભગ 20 કિમી દૂરથયો હતો.રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને વધારે નુકસાન થયું નથી. માત્ર એકથી બે મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ કુલ 3 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. જે સમયે આ અકસ્માત થયો તે સમયે ડાઉન ટ્રેન સિકંદરાબાદ શાલીમાર વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ધીમી ગતિએ હતી. જેના કારણે મોટી રેલ્વે દુર્ઘટના ટળી હતી. 


આ ટ્રેન અમૃતસરથી હાવડા જઈ રહી હતી.ટ્રેનમાં બ્લાસ્ટ થતાં એક મહિલા મુસાફર સહિત કુલ ચાર મુસાફરો ઘાયલ થયા હતા. જીઆરપીના નાયબ પોલીસ અધિક્ષક જગમોહન સિંહે જણાવ્યું કે ઘાયલોને ફતેહગઢ સાહિબની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ ટ્રેનના જનરલ ડબ્બામાં પ્લાસ્ટિકની ડોલમાં રાખવામાં આવેલા ફટાકડાને કારણે થયો હતો.થોડા દિવસો પહેલા પંજાબમાં એક મોટી ટ્રેન દુર્ઘટના જોવા મળી હતી. અહીં ફતેહગઢ જિલ્લામાં સરહિંદ રેલવે સ્ટેશન પાસે હાવડા મેલના એક ડબ્બામાં વિસ્ફોટ થયો હતો. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા.

Reporter: admin

Related Post