જમ્મુ: કાશ્મીરના પહલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. શોપિયા, કુલગામ અને પુલવામામાં આતંકવાદીઓના ઘરોને નિશાન બનાવીને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, શુક્રવારે પણ બુલડોઝર દ્વારા વધુ બે આતંકવાદીના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. જૂન 2023 થી સક્રિય લશ્કર-એ-તોયબા કેડર પુલવામાના મુરાનનો રહેવાસી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ IED નો ઉપયોગ કરીને ઉડાવી દીધું છે.આવી જ બીજી એક કાર્યવાહીમાં, બે વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયેલા શાહિદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું હતું.

પહલગામ હુમલા પછી, છેલ્લા 48 કલાકમાં આદિલ ગોજરી (બિજબેહરા), આસિફ શેખ (ત્રાલ), અહેસાન શેખ (પુલવામા), શાહિદ કુટ્ટે (શોપિયા), ઝાકીર ગની (કુલગામ), હરિસ અહેમદ (પુલવામા) એમ કુલ 6 આતંકવાદી ઘરો તોડી પાડવામાં આવ્યા છે.જેમાં ગઈકાલે રાત્રે કુલગામના ક્વિમોહમાં સુરક્ષા દળો દ્વારા 2023 માં લશ્કરમાં જોડાયેલા ઝાકિર ગનીનું ત્રીજું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.
Reporter: admin







