વડોદરા : એમએસ યુનિવર્સિટીમાં 73 મો પદવિદાન સમારોહમાં કુલ 13,862 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી છે. જેમાં 6245 વિદ્યાર્થી અને 7615 વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે.

જ્યારે 325 માંથી 196 ગોલ્ડ મેડલ જેમાં 66 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ એક કરતાં વધારે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જેમાં મેડિકલ વિભાગ ની વિદ્યાર્થિની નૈસર્ગિ રાવલ ને સૌથી વધુ 17 ગોલ્ડ મેડલો મળ્યા છે જે કદાચ યુનિવર્સીટીનાં ઇતિહાસમાં સૌથી વધુ મેડલ મેળવનાર વિદ્યાર્થિની હોઈ શકે છે. વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73 મો પદવીદાન સમારોહ આજે યુનિવર્સિટીની કમલા રમણવાટિકા ખાતે યોજાયો હતો. વર્ષ 2024ના આ પદવીદાન સમારોહ યુનિવર્સિટીના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ચીફ ગેસ્ટ વિના યોજાયો હતો.

એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડ અને ઉપ કુલપતિ પ્રોફેસર ડો.વિજયકુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં યોજાયો હતો તેમના હસ્તે 13862 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાં 7,615 વિદ્યાર્થીની અને 6245 વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી હતી જ્યારે આ વર્ષે 325 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે જેમાંથી 196 વિદ્યાર્થીની અને 129 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે જે પૈકી 66 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 73 માં પદવીદાન સમારોહમાં 13,862 પૈકી પીએચડીના 142 અનુસ્નાતક 2723, સ્નાતક 10,352, તથા પોસ્ટ ગ્રેજ્યુએટના 645 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે.








Reporter: admin