હાલોલ: પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે.
હાલોલ એસટી ડેપો જેવા ભરચક વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ત્રણ શખ્સોએ જાહેરમાં લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને હુમલાખોરો વચ્ચે અગાઉ સ્કૂલમાં કોઈ બાબતે બોલાચાલી કે ઝઘડો થયો હતો. આ બાબતની અદાવત રાખીને દેવરાજ બારોટ અને તેના અન્ય બે સાગરિતોએ આજે વિદ્યાર્થી જ્યારે એસટી ડેપો પાસે હતો ત્યારે તેને નિશાન બનાવ્યો હતો. હુમલાખોરોએ જાહેરમાં લાકડાના ફટકા વડે વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા.આ હુમલો એટલો ભયાનક હતો કે વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
ધોળા દિવસે અને લોકોની હાજરીમાં બનેલી આ ઘટનાથી ડેપો પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર લોકોએ હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતાગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પ્રાથમિક વિગતોના આધારે પોલીસે દેવરાજ બારોટ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ તેજ કરી છે.
Reporter: admin







