વડોદરા : દેશ-દુનિયામાં લાબુબુ ડોલ ધૂમ મચાવી રહી છે. દેખાવમાં વિચિત્ર અને ડરામણી લાગતી લાબુબુ ડોલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે.

મોટી આંખો, શૈતાની દાંત અને સ્માઇલ કરાવશે રોમાંચક અનુભવ લાબુબુ ડોલ, જે મોટી આંખો, શૈતાની દાંત અને સ્માઇલ સાથે થોડી વિચિત્ર લાગે છે, તે જ તેનો યુનિક સેલિંગ પોઈન્ટ છે. આ ડરામણી ઢીંગલી લાબુબુને લઇને ગુજરાતીઓમાં પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો ગોલ્ડ જ્વેલરીથી લઇને કી-ચેન, સ્ટેશનરી, સોફ્ટ ટોયઝ અને કેક પણ લાબુબુ થીમ પર બનાવી રહ્યા છે. આકર્ષણ એવું છે કે લોકો 1 લાખથી વધુ ખર્ચીને પણ લાબુબુ ગોલ્ડ પેન્ડન્ટ બનાવી રહ્યા છે, અમદાવાદના એક વેપારીએ તો 10 હજારથી વધુ મોન્સ્ટર ડોલ વેચી નાખી છે.આ ડોલ ખાસ કરીને 'બ્લાઈન્ડ બોક્સ' માં વેચાય છે, જે કલેક્ટર્સ માટે એક રોમાંચક અનુભવ બની રહે છે.
સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયાના કારણે તેની લોકપ્રિયતામાં અનેકગણો વધારો થયો છે. લોકો તેનો કી-ચેન, બેગ પર અને શોપીસ તરીકે પણ ઉપયોગ કરે છે.એક જવેલર્સ એ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢથી બે મહિનાથી અમે લાબુબુ થીમની જ્વેલરી બનાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે 4-5 પીસ વેચ્યા છે અને 100થી વધુ ઈન્કવાયરી આવી છે. ખાસ કરીને રક્ષાબંધન માટે આ એક બેસ્ટ ગિફ્ટ ઓપ્શન તરીકે લોન્ચ કર્યું છે. આ પેન્ડન્ટનું વજન લગભગ 11થી 11.50 ગ્રામ છે અને તેની અંદાજિત કિંમત 1 લાખ 5 હજારથી 1 લાખ 10 હજાર રૂપિયા છે. આ ટ્રેન્ડ પહેલાં કાર્ટૂન અને પર્સમાં હતો અને હવે ગોલ્ડ જ્વેલરીમાં પણ ખૂબ ચાલી રહ્યો છે. આ નવું કેરેક્ટર હોવાથી લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. અત્યારે પિંક, બેબી પિંક અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે અને કસ્ટમર પોતાની પસંદગીના કલરની પણ ડિમાન્ડ કરી રહ્યા છે.
Reporter: admin







