News Portal...

Breaking News :

મોહ-માયાથી દૂર રહીને સાદું જીવન જીવવાની સલાહ આપનાર કથા વાચક , ડાયો કંપની વાછરડાના ચામડાની બેગ વાપરે છે

2024-10-28 22:48:19
મોહ-માયાથી દૂર રહીને સાદું જીવન જીવવાની સલાહ આપનાર કથા વાચક , ડાયો કંપની વાછરડાના ચામડાની બેગ વાપરે છે





મુંબઈ  : સાદગીપૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે અને પોતાને ભગવાન કૃષ્ણનો ભક્ત કહે છે. પરંતુ આ કથા વાચક , ડાયો કંપની વાછરડાના ચામડાનો ઉપયોગ કરીને બેગ બનાવે છે. 



જયા કિશોરી લોકોને ભૌતિકવાદી ન બનવાનું કહે છે, તેમ છતાં તે પોતે 2 લાખથી વધુની કિંમતની વૈભવી બેગ વાપરે છે. બધા ઉપદેશકો એવા છે જેઓ પૈસા કમાવવા અને વૈભવી જીવનશૈલી જીવવા માટે આપણા ધર્મનો ઉપયોગ કરે છે.' 
આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરીએ કે જેઓ સાદગીપૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે તેમણે તેનો એક વીડિયો ડિલીટ કરી દીધો છે, જેમાં તેઓ રૂ.2,10,000ની કિંમતની બેગ સાથે જોવા મળ્યા હતા. 



આધ્યાત્મિક ઉપદેશક અને કથાવાચક જયા કિશોરી તેમના અનુયાયીઓને મોહ-માયાથી દૂર રહીને સાદું જીવન જીવવાની સલાહ આપે છે. પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કથાકાર 2 લાખથી વધુની કિંમતની બેગ વાપરે છે.

Reporter: admin

Related Post