News Portal...

Breaking News :

બિહારના સિવાનના દારુંડા બ્લોકના રામગઢામાં ગંડક નહેર પર બનેલો નાનો પુલ તૂટી પડ્યો છે.

2024-06-22 12:26:01
બિહારના સિવાનના દારુંડા બ્લોકના રામગઢામાં ગંડક નહેર પર બનેલો નાનો પુલ તૂટી પડ્યો  છે.


થોડા દિવસો પહેલા બિહારના અરરિયામાં એક પુલ ધરાશાયી થયો હતો. આ પુલ બનાવવા માટે અંદાજે 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 


બિહારમાં અવારનવાર નાના મોટા પુલ તૂટી પડવાના બનાવ બનતા હોય છે જેને કારણે પૈસાનું તો પાણી થાય જ છે ઉપરાંત લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. બિહારમાં થાંભલા ધોવાઇ જવાને કારણે અનેક પુલ તૂટી પડ્યાના દાખલા બન્યા છે.સિવાનમાં પણ માત્ર એક વર્ષ પહેલા કેનાલ પર બનેલા પુલનો એક જ પિલર હતો અને તે જ પિલર ધોવાઈ જવાને કારણે બ્રિજ તૂટી પડ્યો હતો.અરરિયા જિલ્લાના સિક્તિ બ્લોક વિસ્તારમાં એક પુલ સંપૂર્ણપણે નદીમાં ડૂબી ગયો હતો. 


આ પુલ અરરિયાના પડકિયા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો. બકરા નદી પર બનાવવામાં આવેલા આ પુલના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

Reporter: News Plus

Related Post