ગોત્રી જી એમ ઇ આર એસ હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી ડેટ વાળો બોલ ચઢાવી દેવાયો!
જી એમ ઇ આર એસ,ગોત્રી હોસ્પિટલ તથા એસ.એસ.જી. હોસ્પિટલ જાણે વિવાદોનો પર્યાય બની છે

સરકાર જરુરિયાતમંદ દર્દીઓની સુવિધાઓ માટે તમામ સુવિધાઓ, સાધનો આપે છે છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા દર્દીઓના જીવન સાથે રમત રમાય તે કેટલું યોગ્ય?
શહેરના ગોત્રી જી એમ ઇ આર એસ હોસ્પિટલ તથા મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં અવારનવાર દર્દીઓની સારવાર , સુવિધાઓ અને સુરક્ષા મુદ્દે વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે ત્યારે શનિવારે ગોત્રી જી એમ ઇ આર એસ હોસ્પિટલમાં એક ગંભીર છબરડો સામે આવ્યો હતો જેમાં પેટના ઇન્ફેક્શન માટે સારવાર અર્થે દાખલ દર્દીને હાજર તબીબ અને સ્ટાફ દ્વારા એક્સપાયરી ડેટ વાળો બોટલ ચઢાવી દેતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા જરુરિયાતમંદ દર્દીઓ ને નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે સરકારી અને સરકાર હસ્તકની હોસ્પિટલમાં મેડિકલ સાધનો, દવાઓ સહિતની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી હોય છે પરંતુ હોસ્પિટલ પ્રસાશનની લાપરવાહી ને કારણે ઘણીવાર દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે ઘણીવાર દર્દીઓના જીવન સાથે રમત રમાતી હોય છે.

શહેરમાં આવેલી જી એમ ઇ આર એસ હોસ્પિટલ, ગોત્રી તથા મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ અવારનવાર સારવાર ,સુવિધાઓ, સુરક્ષા ના મામલે વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે ત્યારે વધુ એકવાર જી એમ ઇ આર એસ,ગોત્રી હોસ્પિટલમાં ગંભીર છબરડો બહાર આવ્યો છે જેમાં એક મુદ્દસર શેખ નામના દર્દીને જે પેટની તકલીફ (પેટના ઇન્ફેક્શન) ને કારણે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો તે દર્દીને શનિવારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા એક્સપાયરી ડેટ વાળો બોટલ ચઢાવી દેવામાં આવ્યો હતો બોટલ પર પરિવારની નજર જતાં તેના ઉપર એક્સપાયરી ડેટ નવેમ્બર -2025 ની જોવા મળી હતી જેની જાણ પરિવારને થતાં દર્દીના પરિજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો જેથી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો,સ્ટાફ ભેગો થયો હતો.સમગ્ર મામલાની જાણ હોસ્પિટલ ના આર.એમ.ઓ સહિતને કરવામાં આવી હતી. આ મામલે આર.એમ. ઓ. પાટલાના એ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ના સ્ટોર રૂમમાં અન્ય સામાનની સાથે એક્સપાયરી ડેટ વાળા બોટલ,દવા પડેલા હતા જે સ્ટાફની બેદરકારીના કારણે પેરાસિટામોલ નો એક્સપાયરી ડેટ વાળો બોટલ ભૂલથી ચઢાવી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અવારનવાર સરકારી હોસ્પિટલમાં સારવાર, સુવિધાઓ,સુરક્ષાના છબરડાને કારણે દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું ટાળતા હોય છે પરંતુ જેઓની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે જેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકવા સક્ષમ નથી તેવા મજબૂર દર્દીઓ આ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય ત્યારે તેઓનું જીવન જાણે સસ્તું ન હોય તે રીતે તે દર્દીઓ સાથે વર્તન કરાતું હોય છે અથવા આવા અખતરા કરાય છે. સરકાર તથા પ્રશાસન દ્વારા આવી ગંભીર બેદરકારી દાખવનાર ફરજ પરના તબીબ અને સ્ટાફ સામે સખત કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેમજ આવા તબીબ ની તબીબી પ્રેક્ટિસ રદ્ કરી દેવી જોઈએ સાથે જ હોસ્પિટલ ના આર.એમ.ઓ. ,સ્ટોર ઇન્ચાર્જ સામે પણ સખત પગલાં લેવા જોઈએ.
Reporter: admin







