News Portal...

Breaking News :

પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિશે ઉપર સેમિનારનું આયોજન કરાયું

2024-11-16 13:50:09
પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિશે ઉપર સેમિનારનું આયોજન કરાયું


વડોદરા : 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવણીના ભાગરૂપે પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિશે ઉપર પત્રકાર મિત્રો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.


16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે, તેના ઉપલક્ષમાં આજરોજ વડોદરા પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા વડોદરાના પત્રકાર મિત્રો માટે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિશે ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જ આઇજી સંદીપસિંઘ તેમજ મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી મમતાહિર પરા દ્વારા વડોદરાના પ્રેસ મિત્રોને પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિશે ઉપર પોતાના અનુભવ વાઘોડિયા હતા ત્યારે વડોદરાના પત્રકારોની કામગીરીને પણ બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વડોદરાના જુની કલેકટર કચેરીના ધારાસભા ખંડ ખાતે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિશે ઉપર વડોદરાના પત્રકાર મિત્રો માટે વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ દિવસ ભારતીય પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીના સન્માન માટે નક્કી કરવામાં આવ્યો છે, પ્રેસ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, અને આ દિવસ મીડિયાની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાની તક આપે છે આના દ્વારા પત્રકારત્વનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે.રાષ્ટ્રીય પ્રેસ દિવસનું મહત્વ એટલા માટે છે કે તે આપણને મીડિયાની સ્વતંત્રતા અને તેના કર્તવ્યોની યાદ અપાવે છે, આ દિવસ પત્રકારત્વના ક્ષેત્રમાં નિષ્પક્ષતા, અખંડિતતા અને જવાબદારીની જરૂરિયાત સમજાવે છે, સાથે જ, તે સમાજમાં જાગરૂકતાનું નિર્માણ કરે છે કે પ્રેસ તરીકે કાર્ય કરે છે. લોકશાહીના મજબૂત સ્તંભ, આ દિવસનો હેતુ મીડિયાના અધિકારો અને ફરજોને સંતુલિત કરવાનો છે.પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું મુખ્ય કાર્ય ભારતીય મીડિયામાં નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનું છે, વધુમાં, તે પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે અને પ્રેસ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કરે છે કાઉન્સિલ પત્રકારોને માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડે છે.

Reporter: admin

Related Post