ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન.જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લાના પ્લાસર ઇન્ડિયા,મકરપુરા ખાતે "બેટી બચાઓ,બેટી પઢાઓ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત વોકેશનલ ટ્રેનીંગ માં તાલીમ મેળવતી બહેનોને મહિલા સ્વાવલંબન યોજના,વ્હાલી દીકરી યોજના વગેરે મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને મહિલા લક્ષી કાયદાઓ જેમકે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ તથા કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર દ્વારા મહિલાઓના અધિકારો તેમજ કાયદાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મહત્વનું છે કે, ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવમેન્ટ ના જેન્ડર સ્પેશિયલિસ્ટ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના વિષે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન,PBSC સેન્ટર વિષે સચોટ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત જીવન કુશળતા વિશેની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Reporter: admin