વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે લાઇફ લાઇન ફાઉન્ડેશનના સયૂકત આજે શ્રદ્ધાંજલિ દિવસ અનુસાઘને સડક સંવેદનાનો કાર્યક્રમ એસએસજી ઓડીટોરીમમાં યોજવામાં આવ્યો હતો.

વડોદરા શહેરની એસ એસ જી હોસ્પિટલ ખાતે લાઇફ લાઇન ફાઉન્ડેશન સહયોગ શ્રદ્ધાંજલિ દિવસ અનુસઘાને સડક સંવેદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા ડો રંજન અંયર તથા જોઈન્ટ કમિશનર લીના પાટીલ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં કાર્યકમ યોજવામાં આવ્યો.

દિવસેને દિવસે અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં અકસ્માત માં જે વ્યક્તિ એ તેમના પરીવાર ના સભ્ય ખોયા છે તેના સંદર્ભમાં લાઇફ લાઇન ફાઉન્ડેશન દ્વારા શ્રદ્ધાંજલિ દિવસનો સડક સંવેદનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા પોલીસ અઘીકારીઓ અને તથા ડોક્ટર અને નસૅ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં ટ્રાફિક પોલીસ સારી કામગીરી અંગે સન્માનિત કરવામાં આવ્યું હતું





Reporter: admin







