અમદાવાદ: ભર ઉનાળે મકરબામાં મેઈન રોડ પર ભૂવો પડતા એક રિક્ષાચાલક અહીંથી પસાર થતો હતો. આ દરમિયાન તેનું ધ્યાન ચૂક થતાં રિક્ષા ભૂવામાં ખાબકી હતી.
પહેલા એક નાનકડો ખાડો હતો પણ રોડ બેસી જતાં ધડાકા સાથે ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં રિક્ષાનો આગળનો ભાગ ગરકાવ થયો હતો. જેમાં રિક્ષાચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી અનુસાર, મકરબા મેઈન રોડ પર આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક આ ભૂવો પડ્યો છે. એક રિક્ષાચાલક આ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક રસ્તો બેસી જતા ધડાકા સાથે ભૂવો પડ્યો અને રિક્ષાનો આગળનો અડધો ભાગ અંદર ઘૂસી ગયો હતો.
આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમજ રિક્ષાચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તરત પોલીસ હાજર થઈ ગઈ હતી અને ટ્રાફિકજામ ન થાય એટલે રસ્તો ક્લિયર કરાવવા કાર્યવાહી કરી હતી.
Reporter: admin