વડોદરા : મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4ના તમામ સંવર્ગોની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી તથા સરકારની રહેમ રાહે નીતિ હેઠળ તા.1-1-2016 કે ત્યારબાદ ફિકસ પગારથી ફરજ બજાવતા 300 ઉપરાંત કર્મચારીઓને તા.13-1-2020થી અમલીકૃત 12-24 ઉચ્ચતર પગાર ધોરણની યોજનાને બદલે રાજ્ય સરકારના ધોરણે 10-20-30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આજે 10 જાન્યુઆરી મળનારી સ્ટેન્ડિંગ સમિતીમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.પાલિકામાં બઢતીની મર્યાદીત તકોનો પ્રશ્ન હલ કરવા માટે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા 9-18-27ની યોજના તા.12-1-1993થી મંજૂરી મળતા તદ્દઅનુસાર અન્ય પરિપત્રથી અમલીકૃત છે. રાજ્ય સરકારના નાણાં વિભાગના ઠરાવ અન્વયે તા.1-1-2016 કે ત્યારબાદ નિમણૂક પામેલા ફિકસ પગારથી અજમાયશી ધોરણે ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4ના તમામ સંવર્ગોની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી તથા સરકારની રહેમ રાહે નીતિ હેઠળના કર્મચારીઓને મળેલ મંજૂરી અનુસાર ઉચ્ચતર પગાર ધોરણ લાગુ કરવામાં આવેલ છે.
સરકારી કર્મચારીઓ માટે 12-24 ઉચ્ચક પગાર ધોરણને બદલે 10-20-30 ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના લાગુ કરવામાં આવેલ છે. પાલિકામાં હાલમાં 12-24 ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં સમાવિષ્ટ કર્મચારીઓને 10-20-30 ઉચ્ચતર પગાર ધોરણની નીતિ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને અસંતોષ દૂર થઇ તેઓ પ્રોત્સાહિત થશે. આ નીતિ લાગુ કરવાથી ઉચ્ચતર પગાર ધોરણની નીતિ જે હાલ 12-24 લાગુ કરવામાં આવેલ છે, તેમાં ફેરફાર કરી તા.1-1-16ના રોજ કે ત્યારબાદ નિમણૂક પામેલ કર્મચારીઓ માટે રાજય સરકારમાં અમલીકૃત 10-20-30ની ઉચ્ચતર પગાર ધોરણ નીતિ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાગુ છે, તે લાગુ કરવી જરૂરી જણાય છે.
Reporter: admin