વડોદરામાં C K Shah vijapurwala institute of Management માં છેલ્લા પંદર વર્ષ થી MBA પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેમાં BBA ની પણ ગોલ્ડ મેડલ સાથે એક બેચ સફળતા પુર્વક પાસ કરી છે.

જેના માટે આજે બીજો માળ લગભગ ત્રણ કરોડના ખર્ચે બન્યો તેના મુખ્ય લાભાર્થી ડો. પ્રિયમનભાઈ રમણલાલ શાહ ના હસ્તે બીજા પણ ડોનરસ અને મહાવીર જૈન વિદ્યાલય ના અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં આજે વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાયું હતું.આજના કાર્યક્રમ ના ઉદ્ધાટક ડો. પ્રિયમનભાઈ એ જણાવ્યું કે હું ૧૯૫૩ માં આ મહાવીર જૈન વિદ્યાલય નો પ્રથમ બેચ નો વિદ્યાર્થી છું અને આજે મને મારી સંસ્થાને કંઈક પાછું આપવાનું મને સૌભાગ્ય મળ્યું તે માટે મને ખૂબ આનંદ છે.મહાવીર જૈન વિદ્યાલય ટ્રષ્ટ ના પ્રમુખ અને ટોરેન્ટ કંપની ના સુધીરભાઈ મહેતા એ વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે વડોદરા મહાવીર જૈન વિદ્યાલય ખુબ સુંદર કાર્ય કરી રહ્યું છે અને હું એમની ભૂરી ભૂરી અનુમોદના કરું છું.

દરમિયાનમાં મરુદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ વૈદ્ય, મહેન્દ્રભાઈ પુનાતર વતી ગુજરાત જીતો ના પ્રમુખ કેતન મહેતા, ઝવેરી સિક્યોરિટીઝ ના કમલભાઈ તથા કયુબ કસન્ટ્રકશન ના બિંદિયાબેન તથા સંજયભાઈ શાહનું બહુમાન કર્યું.અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજે જૈનો ના સર્વાંગીણ વિકાસ માટે આ સંસ્થાની શરૂઆત કરી હતી અને હાલ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી સન્માનિત ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદસુરી મહારાજ સંસ્થાનું માર્ગદર્શન કરી રહ્યા છે.આજ ના કાર્યક્રમ માં યુનિવર્સિટી ના પુર્વ સેનેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ, જીતો ના પ્રમુખ પોખરાજ દોશી, રાજસ્થાન સમાજ ના રાજેશ જૈન, માંગીલાલજી, સમસ્ત જૈન સંઘ ના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી, મહાવીર જૈન વિદ્યાલય ના સેક્રેટરી પ્રતાપભાઈ શાહ,ચિંતનભાઈ શાહ, દિવ્યાંગભાઈ શાહ સહિત અનેક ગણમાન્ય મહેમાનો વડોદરા તથા અમદાવાદ, મુજબ દિલ્હી થી ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.





Reporter: admin