ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડીશનીંગ એન્જિનિયર્સ (ISHRAE) વડોદરા ચેપ્ટર દ્વારા એમ.એસ.યુનિવર્સિટી ખાતે આવેલા સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાઓ માટે વિધાર્થીઓ અને યુવાઓના માર્ગદર્શન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડીશનીંગ એન્જિનિયર્સ (ISHRAE) ની સ્થાપના વર્ષ -1981માં નવી દિલ્હી ખાતે પ્રખ્યાત HVAC&R વ્યાવસાયિકોના જૂથ દ્વારા કરવામાં આવી હતી. ISHRAE માં કુલ 61 ચેપ્ટર છે, જેમાં 6 આંતરરાષ્ટ્રીય ચેપ્ટરનો સમાવેશ થાય છે.તેનું નેતૃત્વ ચૂંટાયેલા અધિકારીઓની એક ટીમ દ્વારા કરવામાં આવે છે, જે સોસાયટીના સભ્યો છે, સ્વૈચ્છિક ધોરણે કાર્ય કરે છે, અને સામૂહિક રીતે બોર્ડ ઓફ ગવર્નર્સ તરીકે ઓળખાય છે.

ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડીશનીંગ એન્જિનિયર્સ (ISHRAE) વડોદરાના એમ.એસ.યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાઓ અને વિધ્યાર્થીઓ માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ નેટવર્કિંગ , યુવાઓ પોતાની પર્સનલ બ્રાન્ડ ને કેવી રીતે વિકસાવી શકે છે તથા ટેકનોલોજીને લગતી એઆઇ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુજ ગુપ્તા દ્વારા નેટવર્કિંગ અંગે,જય પટેલ દ્વારા ટેકનોલોજી અને એઆઇ વિશેની તથા અન્ય લેક્ચરર્સ દ્વારા વિવિધ વિષયો અંગેના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.




Reporter: admin







