News Portal...

Breaking News :

ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે વડોદરા માંડવી ખાતેથી શોભાયાત્રા યોજાઈ

2025-04-10 12:45:30
ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે વડોદરા માંડવી ખાતેથી શોભાયાત્રા યોજાઈ


વડોદરા : ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના ચોથા તીર્થંકર હતા અને તેમણે અહિંસા, સત્ય અને ત્યાગનું મહાન સિદ્ધાંત પ્રસ્તુત કર્યું. 


તેઓનો જન્મ ઇ.સ. પૂર્વે 599માં બિહાર રાજ્યના ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોના પ્રભાવથી જૈન ધર્મના અનુયાયીઓએ અહિંસાને જીવનનું મુખ્ય સિદ્ધાંત બનાવ્યું. જૈન ધર્મની શાખાઓ વિશ્વભરમાં પ્રસરી છે અને આજે પણ તેમના ઉપદેશોને અનુસરવામાં આવે છે. જ્યારે વડોદરા શહેર જૈન સમાજ દ્વારા આજે ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર માંડવી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાળકોએ વેશભૂષા આકર્ષણ જમાવ્યું હતું 


આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને મહિલાઓ યુવાનો સાથે બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા વડોદરા શહેર માંડવી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા રાવપુરા આવેલ મામાની પોળ ખાતે સમાપન થઈ હતી.

Reporter: admin

Related Post