વડોદરા શહેરમાં દારૂ અને દેશી દારૂ ધંધા ચાલે છે તે નિમિત્તે આમ આદમી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
આજરોજ જેતલપુર પાસે આમ આદમી પાર્ટી કાર્યાલય ઇન્ડિયાબુલ્સ ઓફિસ ખાતે પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ વડોદરામાં ચાલતા ઈંગ્લીશ દારૂ, દેશી દારૂ તથા ડ્રગ્સના વેંચાણ અને અડ્ડાઓ બાબતે આમ આદમી પાર્ટીની આગામી રણનીતિઓના ખુલાસા બાબત સાથે વડોદરા સિટીમાં છેલ્લા ભાજપ સરકારના શાસનમાં ઇંગલિશ દારૂ દેશી દારૂ જેવા ધંધાઓ ચાલે છે એ પણ સોસાયટીઓમાં સ્કૂલોની આસપાસ જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા એ ચીમકી આપી છે કે smc સાથે રાખીને જનતા રેડ કરીશું.
સોમવારથી હવે ચેતી જાવ તમામ જે દારૂના અને દેશી દારૂના ધંધા ચલાવતા હોય તો ચેતી જજો સમય છે બંધ કરી દેજો અને ગુજરાત પોલીસને પણ કહેવામાં આવે છે ખાસ કરીને વડોદરા પોલીસ જો બંધ કરાવી દે તો સારું છે નહીં તો સોમવારથી smc ને સાથે રાખીને જનતા રેડ કરીશું અને વડોદરા શહેરમાં ઘણા સમયથી દૂધ તથા મીઠાઈઓમાં મીલાવટ થાય છે તે લોકો પણ ચેતી જજો તેઓના ત્યાં પણ જનતા રેડ કરીશું તેવી ચીમકી વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા એ આપી હતી
Reporter: admin







