શહેરમાં છેલ્લા પંદર દિવસથી ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો હતો. અને તેના કારણે કેટલાય લોકોને ગભરામણ બાદ હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયા છે. શહેરમાં એક પોલીસ કર્મીને ગભરામણ થયા બાદ તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરમાં હાલમાં વાદળો વચ્ચે ભારે બફારો જોવા મળી રહ્યો છે. અને ઉકળાટભર્યું વાતાવરણ સર્જાયું છે.લોકોએ આખો દિવસ સતત પંખા, એસી, કુલરોનો ઉપતોગ કરવો પડી રહ્યો છે. શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં અનેક લોકોના ગભરામણ બાદ હૃદય રોગના હુમલાના કારણે મોત નિપજ્યા છે.
ત્યારે વધુ એક પોલીસ કર્મચારીનું ગભરામણ થયા બાદ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ એકમાં રહેતા 51 વર્ષીય દિલીપભાઈ માલુસરે છાણી પોલીસ હેડ કોટર્સમાં એએસઆઈ તરીકેની ફરજ બજાવતા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી તેઓને ઉલટી થઈ રહી હતી દરમિયાન ગુરુવારે સવારે તેઓને ગભરામણ થતા પરિવારજનો સયાજી હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Reporter: News Plus