ભારત અને બાંગ્લાદેશ ની સરહદ પર આવેલા મેઘાલય રાજ્ય માં આજે બહુમતી પ્રજા ખિસચીયન છે પરંતુ હિન્દુ પરંપરા મુજબ પ્રક્રુતિ નું આજે પણ પુજન કરે છે.
વડોદરા યુનિવર્સિટી ના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, સરદાર પટેલ યુનિવર્સિટી ના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો શિરિષ કુલકર્ણી, જાણીતા હિન્દુ એડવોકેટ નિરજ જૈન, ભાજપા ના નેતા તથા પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ , નુતન વિદ્યાલય ના પ્રિન્સીપાલ તથા આચાર્ય શૈક્ષિક સંઘ ના પ્રમુખ ઘનશ્યામભાઈ ચાવડા સહિત ના એક ડેલીગેશન ને મેઘાલય ની રાજધાની શિલોંગ બાય પાસ રોડ પર આવેલા બ્લુ સ્પ્રીગ હોટલ ખાતે ભારત માતા પુજન ની એક વિશાળ ફોટો જોતાં એમાં ભાજપા ના સુનિલ દેવધરજી ને જોયા. એટલે જીવરાજ ચૌહાણ તથા નિરજ જૈને પુછપરછ કરતાં હોટલ માલિક કોંગ બ્લુ તથા વીસફીવા એ એક વાતચીત માં જણાવ્યું કે અમે આજે પણ ભારત માતા પુજન ના કાર્યક્રમ દ્વારા જન જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. અમે ઓરીજીનલ પ્રક્રુતિ પુજક હિન્દુ છીએ અને એનો અમને ગર્વ છે. નરેન્દ્રભાઇ મોદી સાથે ની આ પરીવાર ની મુલાકાત ના સંસ્મરણો વાગોળ્યા હતા.અને સંઘ દ્વારા કરવામાં આવતા કાર્ય ની પ્રશંસા કરી હતી એમ દીપક શાહે જણાવ્યું હતું
Reporter: News Plus