News Portal...

Breaking News :

ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં ભયાનક ટક્કરમાં એક પાઈલટનું ઘટનાસ્થળે જ મોત

2025-12-29 10:19:24
ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં ભયાનક ટક્કરમાં એક પાઈલટનું ઘટનાસ્થળે જ મોત


ન્યૂ જર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં ભયાનક ટક્કર થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં એક પાઈલટનું મોત થયું છે, જ્યારે અન્ય એક પાઈલટ ગંભીર રીતે ઘાયલ થયો છે. 


આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.રિપોર્ટ મુજબ, આ ઘટના એટલાન્ટિક કાઉન્ટીના હેમોન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 11:25 વાગ્યે બની હતી. હેમોન્ટનના પોલીસ વડા કેવિન ફ્રિલે જણાવ્યું કે એરપોર્ટ પાસે વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ ઈમરજન્સી ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઘટનાસ્થળના વીડિયોમાં એક હેલિકોપ્ટર જમીન પર પડતા પહેલા હવામાં ઝડપથી ગોળ-ગોળ ફરતું જોવા મળ્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, એક હેલિકોપ્ટરમાં આગ પણ લાગી ગઈ હતી, જેને ફાયર વિભાગની ટીમે કાબૂમાં લીધી હતી. 


ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું કે આ ટક્કર એનસ્ટ્રોમ F-28A અને એનસ્ટ્રોમ 280C હેલિકોપ્ટર વચ્ચે થઈ હતી. દુર્ઘટના સમયે બંને વિમાનમાં માત્ર પાઈલટ જ સવાર હતા.અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે એક પાઈલટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજા પાઈલટને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પીડિતોની ઓળખ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.FAA અને NTSB (નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ)ના પૂર્વ તપાસકર્તા એલન ડીલે જણાવ્યું કે તપાસકર્તાઓ સૌ પ્રથમ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કે શું ટક્કર પહેલા બંને પાઈલટ એકબીજાને જોઈ શક્યા હતા કે કેમ. ડીલે કહ્યું, "હવામાં થતી મોટાભાગની ટક્કર 'જોવા અને બચવા' (see and avoid) ના સિદ્ધાંતમાં નિષ્ફળ રહેવાને કારણે થાય છે. દેખીતી રીતે, તેઓ બંને વિમાનના કોકપિટમાંથી બહારના દ્રશ્યોની તપાસ કરશે.

Reporter: admin

Related Post