વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનગૃહમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની અંત વિધિ અને દસક્રિયા (દસપિંડ વિધિ) થતી હોય છે વડોદરા શહેર તેમજ બહારગામથી મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરતા હોય છે.

હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ 15.50 કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે, અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડે છે કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી હાલ કામગીરીમાં પણ ઘણો વિલંબ જોવા મળે છે, ખાસવાડી સ્મશાન ભૂમિ રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમાજને પણ જાણ નથી.

તેથી આજે સમાજના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પણ કમિશનર મિટિંગમાં વ્યસ્થ હોવાના કારણે આવેદન ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યો હતો અને સમાજના અગ્રણી દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલા સ્મશાન ખાતે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે, વડોદરા શહેરના કોર્પોરેટર પર ઘણા મરાઠી સમાજના હોવાથી તે લોકો પણ વહેલી તકે આ સમસ્યાનો નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી


Reporter: