ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાય છે અને શિક્ષક એ ભાવિનો ઘડવૈયો ગણાય છે. વળી, આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિએ ગુરુનો ખુબ જ મહિમા ગયો છે.
આવા ગુરુજનો-શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આ જ શિક્ષકોની હાલત ખુબ જ દયનીય છે, શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી.શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થાકી રાષ્ટ્રનિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ ખાનગી શાળાના શિક્ષકો વતીઆમ આદમી પાર્ટી દ્વારા કેટલીક માગણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી જેમાં ખાનગી શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરાવવામાં આવે.
ખાનગી શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે.સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે.રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને TAT- TET પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે. સહિતની માગણીઓ કરવામાં આવી હતી.
Reporter: admin