વડોદરા :શહેરમાં ડોર ટુ ડોર વાહનોના અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. અગાઉ અનેક ઘટનાઓ બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. અને કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે.

આવી જ એટ ઘટના 13, ફેબ્રુઆરીના રોજ સોમા તળાવ પાસે ઘટી હતી. જેમાં ઇજાગ્રસ્ત નર્સને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગત સાંજે તેણીએ દમ તોડ્યો મૃતકના પરિજન ઉસ્માનભાઇ વાડીવાલાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ઘટના એવી બની હતી કે, દિકરી અસ્મા અબ્દુલ રહીમ 7 વર્ષથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી.
13, ફેબ્રુઆરીના રોજ નર્સ તરીકે ફરજ બજાવતી દિકરી 3 – 30 કલાકે ઘરે જઇ રહી હતી. સોમા તળાવ પાસે પાલિકાની કચરા ગાડી ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ત્યાર બાદ દિકરીને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. અને તેની સારવાર ત્યાં શરૂ કરવામાં આવી હતી. ગતરોજ સાંજે ચાર વાગ્યે દિકરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ભૂલ પાલિકાની કચરા ગાડીના ચાલકની છે, અમે ઘટના અંગે કપુરાઇ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસ આવીને પંચક્યાસની કાર્યવાહી કરી ગઇ હતી.
Reporter:







