News Portal...

Breaking News :

ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ને પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી

2024-06-19 18:06:22
ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ને પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી


વડોદરા શહેર ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ને પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેને લઇને આજે સ્થાનિક લોકોએ મુદત માં વધારો કરવામાં માટે ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ ને માંગ કરવામાં આવી હતી....


મહાનગરપાલિકા દ્વારા શાખા વહીવટી વોર્ડ નંબર નવ દ્વારા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી હતી જેને લઈને લોકોમાં આંકડો જોવા મળ્યો હતો ત્યાં જરૂરિયાત મકાનોને રીપેરીંગ કરાવવા માટે  મ્યુનિસિપલ કમિશનર ને 90 દિવસ નો સમય ગાળો માંગવામાં આવ્યો હતો જેથી કરીને સ્થાનિક લોકો જાજરીત મકાનો ને રીપેરીંગ કામ પૂર્ણ કરી શકે સાથે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નું પણ સર્ટીફીકેટ મેળવીને પાલિકાને રજૂ કરી શકે સાથે આઇપીએલ કંપનીના સીઆઈએફ જવાનો અને અધિકારીઓ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 140 થી વધુ આવાસો ફાળવવામાં આવ્યા છે


જેનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા હાલમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે મકાનોને મેન્ટેનન્સ પેટે રકમ ચૂકવવામાં આવતી નથી અને આ મકાનો ના બારી દરવાજા પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા સાથે મકાનોને લઈને જીવજંતુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓ વસવાટ કરે છે અને ચોમાસાની સિઝનમાં વરસાદનું સીધું પાણી ઘરમાં પ્રવેશે છે તેને લઈને રોગચાળો ફેલાય તેની પણ ભીતિ સેવાઈ રહી છે જેને લઈને આજે તમામ સ્થાનિક લોકો પાલિકાની વડી કચેરી ભેગા થયા હતા અને ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિને રજુઆત કરવામાં આવી હતી.

Reporter: News Plus

Related Post