News Portal...

Breaking News :

માળી સમાજ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યુ

2025-02-19 17:35:58
માળી સમાજ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યુ


વડોદરા : માળી સમાજ દ્વારા સતત ત્રણ દિવસ સુધી કમિશનર કેપિટલ કમિશનર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી તેને લઈને આજરોજ માળી સમાજ દ્વારા પાલિકાની બહાર ધારણા કરવામાં આવ્યા છે.


માળી સમાજના પરિવારના આઠ ઘર આવેલ છે જેમને સરકાર તરફથી સુખાકારી માટે રસ્તા આપે જેમાં 108 100 ટપાલ ગેસ બોટલ લાઈટ બિલ જેવી સુવિધા માટે અવરજવર કરે છે અને સર્વે નંબર 402 નું માપ કરીને રસ્તો આપે તે બાબતે આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યુ છે.


માળી સમાજનો પરિવાર છેલ્લા ૪ પેઢીથી ઉપરના સમયથી રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે જેમાં સર્વે નં.૪૦૨ માં ગાયકવાડથી તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપીને વેચાણ કરેલ છે અને એમના રસ્તા પણ આવેલ છે જે બીલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલીક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

Reporter:

Related Post