News Portal...

Breaking News :

એફઆઇઆર માં નામ ન નોંધવા અને વરઘોડો નહીં કાઢવાના મુદ્દે ત્રણ લાખની લાંચ લેતા વચ્ચેટિયો ઝડપાયો, ખંભાતના પીએસઆઇ ફરાર

2025-07-28 11:18:16
એફઆઇઆર માં નામ ન નોંધવા અને વરઘોડો નહીં કાઢવાના મુદ્દે ત્રણ લાખની લાંચ લેતા વચ્ચેટિયો ઝડપાયો, ખંભાતના પીએસઆઇ ફરાર


આરોપીનું નામ ફરિયાદમાં નહીં દાખલ કરવા તથા આરોપીનું વરઘોડો નહીં કાઢવા બાબતે ત્રણ લાખની લાચ લેતા ખંભાત પોલીસ સ્ટેશનનો પીએસઆઇ તથા એક વચેટીયો  એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો 


આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોએ પી.ડી.રાઠોડ, પો.સ.ઇ. ખંભાત સીટી પો.સ્ટે., જી.આણંદ હાલ રહે. ડી-૮, આકૃતિ ટાઉનશીપ, કતકપુર રોડ, ખંભાત, તા.ખંભાત, જી.આણંદ  અને મોહમંદ ઇમરાન મોહમંદઉસ્માન સોદાગર રહે. એસ/૩૨૩, નાકરાતની પોળ, ખંભાત, તા.ખંભાત, જી.આણંદ  (પ્રજાજન)    સામે ગુનો નોંધ્યો છે એસીબી એ જણાવ્યું હતું કે ગઇ તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં પકડાયેલ આરોપીની કોલ ડીટેઇલમાં આ કામના ફરીયાદીનો મોબાઇલ નંબર આવેલ હોય આ કામે ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગૌમાંસ અંગેના ગુનામાં ફરીયાદી ને  આરોપી તરીકે નહી બતાવવા તેમજ ફરીયાદી તથા તેમના પરીવારનો વરઘોડો નહી કાઢવા આ કામના આક્ષેપિત નં. (૧) એ આક્ષેપિત નં (ર) મારફતે પ્રથમ રૂ.૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરતા ફરીયાદીએ રકઝક અને આજીજી કરતા બન્ને આક્ષેપિતોએ રૂ.૩,૦૦,૦૦૦/- આપવાનુ  જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે તા.૨૬/૦૭/૨૦૨૫ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિત નં. (ર) એ પંચ – ૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી,  ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. ૩,૦૦,૦૦૦/- ની માંગણી કરી, સ્વીકારી તેમજ ટ્રેપ દરમ્યાન આક્ષેપિત નં. (ર) એ આક્ષેપિત નં. (૧) ને વોટસએપ કોલ કરી લાંચના નાણા મેળવ્યા અંગેની વાતચીત કરતા આક્ષેપિત નં. (૧) એ સંમતિ દર્શાવી આક્ષેપિત નં. (ર) સ્થળ પર પકડાઇ ગયેલ તથા આક્ષેપિત નં. (૧) ને શક વહેમ પડતા નાસી જઇ બન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આક્ષેપિત નં. (૧) એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યો હતો.



આરોપી પીએસઆઇ રાઠોડ ફરાર
ફરિયાદના આધારે એન્ટીકરપ્શન બ્યુરો એ ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ તાડછા હોટલમાં છટકું ગોઠવી હતું જ્યાં ફરિયાદી આરોપીઓને લાજ આપવા પહોંચ્યો હતો આરોપી પીએસઆઇ પીડી રાઠોડ હોટલમાં આવ્યો ન હતો પરંતુ તેણે લાંચની રકમ લેવા માટે વચેટીયા મહમદ ઇમરાન સોદાગરને મોકલ્યો હતો ઇમરાને લાંચની  રકમ લીધા પછી પીએસઆઇ રાઠોડ ને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેની સંમતિ લીધી હતી. જોકે પીએસઆઇ રાઠોડને એસીબી નું છટકું ગોઠવાયુ હોવાનું જણાવતા તે ફરાર થઈ ગયો છે એસીબી તેને શોધી રહી છે

Reporter: admin

Related Post