ડેસરની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે

ડેસર તાલુકાના મેરાકુવા દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ ઉપર ઠગાઈ નો ગુનો નોંધાયા બાદ તાલુકાની અનેક મંડળીઓમાં અવ નવા ફણગા ફૂટી રહ્યા છે જુના સિહોરા ગ્રામજને પ્રતાપપુરા અને રાજપુર મંડળીઓમાં દૂધમાં પાણી ભેળવીને ભ્રષ્ટાચાર આચરાય છે તેવી પોલીસ મથકે ફરિયાદ આપી હતી ત્યારબાદ હવે રાજપુરના વનરાજસિંહ પરમાર પાસે એવા પુરાવા હાથ લાગ્યા છે કે વેજપુરના વતની અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી નું દૂધ રાજપુર મંડળીમાં ભરાય છે તેમની પાસે રાજપુરમાં ઘર નથી કોઈ પશુ નથી છતાંય તેમના નામનું દુધ રાજપુર મંડળીમાં ક્યાંથી અને કેવી રીતે ભરાય છે રાજપુરના જાગૃત ગ્રામજને ડેસર તાલુકા પંચાયત શિહોરા- ૨, ના સદસ્ય રાજદીપસિંહ સોઢા પરમાર નો સંપર્ક કરી દસ દિવસ સળંગ દૂધ ભરાયું તેની પાવતી બતાવતા વેંત રાજદીપસિંહ ભડક્યા હતા અને તાત્કાલિક ડેસર પોલીસ મથકે પહોંચી ફરિયાદ અપાઈ હતી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાજપુર દૂધ મંડળીના મંત્રી દ્વારા ગામ બહારના બનાવટી ગ્રાહકોના ખાતા બનાવી તેમના નામે મંડળીમાં દૂધ ભરવામાં આવે છે

જે અંગેની પાવતી અમને મળી છે તેમાં રાઉલજી કુલદીપસિંહ ઉદેસિંહ ગ્રાહક નંબર ૧૫૮ બનાવીને તેમના નામનું દૂધ તારીખ ૧૧ /૧૨ /૨૦ ૨૪ થી ૨૦ /૧૨ / ૨૦૨૪ ના સમય દરમિયાન ભરાયેલું છે અને રૂપિયા ૩૮ ૩૩ જમા કરેલા છે કુલદીપસિંહ બરોડા ડેરીમાં ડિરેક્ટરના હોદ્દા ઉપર છે ડેસરના વેજપુરના રહેવાસી છે જ્યારે ઘણા સમયથી તેઓ વડોદરા શહેરમાં રહે છે રાજપુર ગામના વતની નથી પશુપાલન કરતા નથી તેમના ઘરે પણ કોઈ દુધાળા પશુઓ નથી તેમ છતાં રાજપુર મંડળીના મંત્રી સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરેલા નું સ્પષ્ટ જણાય છે તેથી તટસ્થ રીતે પોલીસ તપાસ થાય તેવી રજૂઆત સાથે ફરીયાદ અપાઈ હતી

Reporter:







