વડોદરા : ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેર ના પ્રવાસે આવનાર છે જેને લઇ ને અનોખો થનગનાટ છે, નારી શક્તિ દ્વારા ખાસ વડાપ્રધાનનું સ્વાગત અને સન્માન કરવામાં આવનાર છે,

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા મુલાકાતે આવનાર હોય તેને ધ્યાનમાં રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આપણા દેશે ઓપરેશન સિંદૂર શરૂ કરી ને દુશ્મન દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબઆપ્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન આ ઘટના બાદ પહેલી વખત વડોદરા આવતા હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકો અને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યો છે

ત્યારે આજે પાલિકા કચેરી ખાતે અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજાઈ તમામ રૂપરેખા તૈયાર કરી હતી, અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, ખાસ પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી અત્યારે રોડ રસ્તા પાણી અને ગટર મુદ્દે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીના ટૂંકા રૂટ ને ધ્યાન માં રાખી ને ખાસ વ્યવસ્થાઓ અંગે ચર્ચાઓ કરવા માં આવી હતી, પ્રધાનમંત્રી મંત્રી વડોદરા એરપોર્ટ થી અંદાજીત 600 મીટર નો રોડ શો થકી નારી શક્તિ નું અભિવાદન સ્વીકારશે.




Reporter: admin







