News Portal...

Breaking News :

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ સંદિપ સાંગલેની અધ્યક્ષતામાં SoU વહીવટી સંકુલ એકતાનગર ખાતે મોકડ્રીલ- બ્લેકઆઉટની થયેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ

2025-05-08 18:21:37
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ સંદિપ સાંગલેની અધ્યક્ષતામાં SoU વહીવટી સંકુલ એકતાનગર ખાતે મોકડ્રીલ- બ્લેકઆઉટની થયેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ


જિલ્લામાં ભવિષ્યમાં કોઈ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે સુરક્ષા, ફાયર અને મેડિકલ સહિતની નાગરિકોને ત્વરિત પુરી પાડવાની થતી સુવિધાના તમામ સાધનો-વ્યવસ્થા અંગે પુરતી કાળજી રાખવા ઉપર ભાર મુકતા પ્રભારી સચિવ



રાજપીપલા, ગુરૂવાર :- કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલ સાથે બ્લેકઆઉટના આયોજન અંગે અપાયેલી સૂચના બાદ નર્મદા જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલ તેમજ બ્લેકઆઉટની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીની સમીક્ષા અર્થે ઈનચાર્જ સેક્રેટરી અને ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરિટીના ડાયરેક્ટર જનરલ અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ સંદિપ સાંગલેની અધ્યક્ષતામાં તા.૦૮/૦૫/૨૦૨૫, ગુરૂવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરના વહીવટી સંકુલ સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકના પ્રારંભે જિલ્લાના સૌ અધિકારીઓના ટૂંકા પરિચય બાદ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૫, બુધવારના રોજ સ્ટચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને રાજપીપલા નગર પાલિકા વિસ્તારમાં સૂર્યપ્લાઝા ખાતે યોજાયેલી મોકડ્રીલ અને રાત્રિ દરમિયાન શહેરમાં કરવામાં આવેલા બ્લેક આઉટ અંગેની વિગતો નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ તથા સ્ચેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુએ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. પ્રભારી સચિવ સંદિપ સાંગલેએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, આકસ્મિક સંજોગોમાં તકેદારીના ભાગરૂપે જિલ્લામાં ગતરોજ કરવામાં આવેલી કામગીરી સરાહનીય છે. ટીમ નર્મદા પર મને પુરો ભરોશો છે, આજ રીતે ભવિષ્યમાં નર્મદા જિલ્લામાં આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે મહત્વના સ્થળો અને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા, જાનમાલને નુકશાનીથી બચાવી શકાય, ફાયર અને મેડિકલ-એમ્બ્યુલન્સની પુરતી સુવિધા સાથે સિનિયર સિટિઝન, બાળકો, નાગરિકોને પુરી પાડવાની થતી સુવિધાના તમામ સાધનો-વ્યવસ્થા હાથવગા રાખવા અંગે પુરતી કાળજી રાખી સ્ટાફને સેન્સીટીવ કરી જાગૃત અને સતર્ક રહેવા અંગે જણાવ્યું હતું. 


સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા CISFના જવાનોને જરૂરી તમામ સાધન-સરંજામ અને વિવિધ પ્રકારના બચાવ કામગીરીના સાધનોની યોગ્ય ચકાસણી કરવી, જિલ્લામાં ઉપલબ્ધ ન હોય તેવી સાધન – સામગ્રી નજીકમાં સરળતાથી ક્યાંથી મળી શકે તેના વૈકલ્પિક એક્શન પ્લાનની વહીવટી તંત્ર સાથે પરામર્શ કરી તૈયારી સાથે નાગરિકોના પુરતા સહયોગ માટે જિલ્લામાં કાર્યરત વિવિધ સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ, NCC-NSS, સ્કાઉટ ગાઈડ, સંગઠનો વગેરે યોગ્ય સમયે કામ લાગે તેવી રીતે સંકલનમાં રહીને તેમની કુશળતાનો ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂકી સંપર્ક નંબર-નામો સાથેની યાદી તૈયાર રાખવી, ગમે તેવી આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે સતર્ક રહી લોકોને જાગૃત કરવા અને ખોટી અફવા-ગેરસમજ ન ફેલાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લામાં ગતરોજ થયેલી મોકડ્રીલ અને બ્લેકઆઉટની અભ્યાસ પ્રવૃત્તિ દરમિયાન ધ્યાને આવેલી કેટલીક બાબતો અને તેમાં જરૂરી સુધારા-વધારા કરવા અંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ કેટલાંક સૂચનો કર્યા હતા. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ પણ આ કામગીરી સંદર્ભેનું પોતાનું મૂલ્યાંકન અને સૂઝાવો રજૂ કર્યા હતા. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ પ્રભારી સચિવને SoU અને વહીવટી તંત્ર દ્વારા આકાર્યા હતા. બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અંચુ.વિલ્સન, SoUADTGA ના નાયબ કલેક્ટરઓ, જિલ્લા વહીવટી તંત્રના નાયબ કલેક્ટરઓ, CISFના અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, ફાયર ઓફિસર અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Reporter:

Related Post